GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસ મથકે આગામી હોળી ધૂળેટી અને રમઝાન માસ પર્વને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૩.૨૦૨૬

હાલોલ ટાઉન પોલીસ મથકે આજે રવિવારના રોજ હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઇ.આર.એ.જાડેજાની અધ્યક્ષતામાં આગામી ત્યોહાર હોળી ધુળેટી તેમજ હાલમાં ચાલી રહેલો મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસને લઇ હાલોલ ટાઉન પોલીસ મથકે હાલોલ શહેરના અગ્રણીઓની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને હિન્દુ સમાજ નો તહેવાર હોળી ધૂળેટી તેમજ રમઝાન માસ આ બંને તહેવારો શાંતિપૂર્ણ તેમજ ભાઈ ચારા સાથે ઉજવાય તે માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.આર.એ.જાડેજા દ્વારા શાંતિ સમિતિ ની બેઠક યોજી બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી બંને કોમના તહેવારો શાંતિથી અને ભાઈ ચારા સાથે ઉજવાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!