GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા હમીરપર ગામના પાટિયા પાસે વાડીના રસ્તેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ

TANKARA:ટંકારા હમીરપર ગામના પાટિયા પાસે વાડીના રસ્તેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ

 

સ્થાનિક પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને મળેલી બાતમીના આધારે હમીરપર ગામના પાટિયા પાસે આવેલ વાડીના કાચા રસ્તે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઇકો કાર અને ઓરડી પાસેના વોકળામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.



પોલીસ તપાસ દરમિયાન જીજે 16 બીજી 0731 નંબરની ઇકો કારની પાછળની સીટમાંથી તેમજ રહેણાંક ઓરડીની બાજુમાં આવેલા પડતર વોકળામાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 21 બોટલ (કિંમત ₹11,445) અને 180 એમ.એલ.ના દારૂના 44 ચપલા (કિંમત ₹6,600) મળી આવ્યા હતા. પોલીસે ₹18,045ની કિંમતનો દારૂ અને ₹1,50,000ની કિંમતની ઇકો કાર મળી કુલ ₹1,68,045નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે મેરસિંહ ઉર્ફે નરશી જુવાભાઈ મેડા (રહે. છતર, મૂળ મધ્યપ્રદેશ) નામના આરોપીની ધરપકડ કરી છે.​તપાસ દરમિયાન અન્ય એક આરોપી પ્રદીપ ખુમસિંહ મંડોર (રહે. મધ્યપ્રદેશ) નું નામ ખુલતા પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!