GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં કથળતી કાયદો-વ્યવસ્થા અંગે કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત

MORBI મોરબીમાં કથળતી કાયદો-વ્યવસ્થા અંગે કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત

 

 

મોરબી: છેલ્લા કેટલાક દિવસોથી મોરબી શહેરમાં બનેલી અસામાજિક અને હિંસક ઘટનાઓને પગલે જનતામાં ફફડાટ ફેલાયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી અજયભાઈ ઝાલરીયા દ્વારા જિલ્લા પ્રશાસનથી લઈને દિલ્હી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

​અજયભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત રાત્રિ દરમિયાન મોરબીના વિવિધ વિસ્તારોમાં અંદાજિત 15 જેટલી ગાડીઓ પર પથ્થરમારો કરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ ઉપરાંત, તાજ મોહમ્મદ નામના યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશને કારખાનામાં છુપાવવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે. એટલું જ નહીં, પત્રકારના નામે તોડબાજી અને લૂંટ કરનારા તત્વો પણ સક્રિય થયા છે, જેમને પોલીસે ઝડપી પાડ્યા છે.



​કડક કાનૂની કાર્યવાહી: ઉગ્રવાદી અને અપરાધિક માનસ ધરાવતા તત્વો વિરુદ્ધ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.
​સાજીસનો પર્દાફાશ: આ ઘટનાઓ પાછળ કોઈ મોટી સાજીસ છે કે કેમ તેની તપાસ કરી ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને મોરબીનું જનજીવન સ્વચ્છ, સુદ્રઢ અને સલામત બને તે માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.

​અજયભાઈ ઝાલરીયાએ આ બાબતે વડાપ્રધાન કાર્યાલય (PMO), ગુજરાતના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી નમ્ર અરજ કરી છે કે, “મોરબીની શાંતિ અને સલામતી જાળવવી એ પ્રાથમિકતા હોવી જોઈએ. ગુનેગારોમાં કાયદાનો ડર હોવો અનિવાર્ય છે.”

Back to top button
error: Content is protected !!