GUJARATKUTCHRAPAR

સંપૂર્ણતા અભિયાન 2.0 અંતર્ગત રાપર તાલુકાના સરહદી વિસ્તારના જાટાવાડા ગામના જાટાવાડા ચાર આંગણવાડી કેન્દ્રની નીતિ આયોગ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ટીમે મુલાકાત લીધી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

  • રાપર,તા-૦૨ માર્ચ : નીતિ આયોગના ડેપ્યુટી સેક્રેટરી પૂજા શર્મા, જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલ, પ્રાંત અધિકારી ભચાઉ, મામલતદાર ભચાઉ, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, તાલુકા ICDS ના સીડીપીઓ કે.એ. પ્રજાપતિ સહિતનાએ મુલાકાત દરમિયાન વિકાસના કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્ર દ્વારા અપાતી સેવાઓ અને આઇસીડીએસ યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જમીન સ્તર પર યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓ અને પડકારો વિશે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ કે જેથી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે . તેમજ રાપર તાલુકાના વિકાસના નવા શિખરો સર કરે તે દિશામાં કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!