સુરેન્દ્રનગર મનપાએ મિલકત વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી

તા.04/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશ હેઠળ વેરો ન ભરનારા બાકીદારોને અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી તેમ છતાં વેરો ભરવામાં આવ્યો ન હોવાથી તેમની મિલકતો પર સીલ મારવાની કાર્યવાહી તાજેતરમાં અમલમાં મુકવામાં આવી છે આ કાર્યવાહીમાં ખાસ કરીને ગૌરાંગભાઈની મિલકત પર રૂ. ૪,૧૩,૮૦૦ના બાકી વેરાના કારણે સીલ મારવામાં આવ્યું છે તેમજ અનિલભાઈ ડાયાભાઈ પરમારની મિલકત પર રૂ. ૨,૩૩,૭૧૭ના બાકી વેરાના કારણે સીલ લગાવવામાં આવ્યું છે આ ઉપરાંત ભારત જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરીની મિલકત પર રૂ. ૩૦ લાખથી વધુના બાકી વેરાના કારણે સીલ મારવામાં આવ્યું છે મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અનેક બાકીદારો સામે આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે આ પગલાંથી શહેરના વિકાસ કાર્યો તેમ જ નાગરિક સેવાઓ માટે જરૂરી રકમની વસૂલાત થઈ શકશે મહાનગર પાલિકા તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે તેઓ તેમનો બાકી રહેલો મિલકત વેરો તાત્કાલિક ભરી દે અને વધુ કાર્યવાહીથી બચે બાકી વેરો ભરવા માટે વેરા વિભાગની કચેરીમાં સંપર્ક કરી શકાય છે અથવા ઓનલાઈન સુવિધાનો લાભ લઈ શકાય છે.



