ધુળેટીનો રંગ, આર્શીવાદ સાથે સેવાનો સંગમ; વૃદ્ધાશ્રમમાં વડીલજનો સાથે અનોખો રંગોત્સવ” આશીર્વાદ મેળતા પૂર્વ મંત્રી હકુભા
જામનગર ( ભરત ભોગાયતા)
ધુળેટીના પર્વ ઉપર “માવતરો”ના પ્રેમ અને આશીર્વાદની છાંયે દર વર્ષની પરંપરા પ્રમાણે જામનગરના શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં આ વર્ષે પણ ધુળેટીની રંગારંગી ઉજવણીનો દિવસ સમાજસેવા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય સમાન બની રહ્યો. હોવાનું પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ મેરુભા જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું
હકુભા જાડેજા તેના પરિવારના સભ્યો તરીકે પૂજ્ય મુરબ્બીઓને તહેવારોમાં જલેબી અને ગાંઠિયાનો અલ્પહાર કરાવેલ હતો. અને સાથે અબીલ-ગુલાલ રમતી વખતે તેમના ચહેરે ખીલતી મુસ્કાન, તેમના હાથમાંથી મળતા આશીર્વાદ, અને સંયુક્ત હર્ષોલ્લાસે આ ધુળેટીના તહેવારને ખરા અર્થમાં રંગમય બનાવ્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં લોકપર્વોની પવિત્રતા એ જીવનને સંપૂર્ણતા આપે છે – પરિવારની સભ્યની જેમ આપણા વડીલજનો સાથેની આ ધુળેટી એ સેવા અને સંસ્કારની જીવંત મિસાલ બની જાય છે.
એમ પી શાહ ટ્રસ્ટ દ્વારા આવા નિરાધાર વયોવૃદ્ધોને સાથ આપવાની પ્રેરણાદાયી પહેલ એ જ સમાજનું સાચું શૃંગાર છે.
સંસ્કૃતિના રક્ષક અને સમાજના સેવક તરીકે, આપણે દરેકે યથાશક્તિ વૃદ્ધાશ્રમો, નિરાધારો અને દુઃખીયો સાથે ખુશીઓની લહર ફેલાવીએ. તેવા સેવાના કાર્યમાં તેમની સાથે તેમના મિત્ર અમિતભાઇ ખાખરીયા જોડાયા હતા.
પૂર્વમંત્રી હકુભા જાડેજા છેલ્લા 11 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ધુળેટીના પર્વની પરિવાર સાથે આવીને ઉજવણી કરી છે.વૃદ્ધો સાથે સંવાદ કરી આત્મિત્યા નો નાતો જોડે છે.તે આજની યુવા પેઢીને પ્રેરણારૂપ બને છે.
ધુળેટીનો રંગ, આર્શીવાદ સાથે સેવાનો સંગમ; વૃદ્ધાશ્રમમાં વડીલજનો સાથે અનોખો રંગોત્સવ” આશીર્વાદ મેળતા પૂર્વ મંત્રી હકુભા
જામનગર તા.