GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મધવાસમાં ધોળા દિવસે ધીંગાણું: હાથમાં લાકડીઓ લઈ સામસામે બાખડતા 8 શખ્સો સામે પોલીસની લાલ આંખ.

 

તારીખ ૦૫/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ગામે જાહેર માર્ગ પર હથિયારો સાથે ધિંગાણું કરી જાહેર શાંતિનો ભંગ કરનારા 8 શખ્સો સામે કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મધવાસ ત્રણ રસ્તા જેવા ધમધમતા વિસ્તારમાં લાકડીઓ ઉછાળીને મારામારી કરતા તત્વોને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો.જાહેરમાં શસ્ત્ર પ્રદર્શન અને મારામારી કરતા પોલીસની કાર્યવાહી.મળતી માહિતી મુજબ મધવાસ ત્રણ રસ્તા પાસે કેટલાક શખ્સો હાથમાં લીલી સોટીઓ (લાકડીઓ) જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા. આ શખ્સોએ જાહેર રોડ પર જ એકબીજા સાથે મારામારી શરૂ કરી દીધી હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનોને અવરોધ ઊભો થયો હતો અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. એક મહિલા સહિત 8 સામે ગુનો દાખલજાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ કાલોલ પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આંઠ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી જાહેર માર્ગ પર અંધાધૂંધી ફેલાવતા અને કાયદો વ્યવસ્થાને પડકારતા આ તત્વો સામે કાલોલ પોલીસ મથકે જાહેર શાંતિના ભંગની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!