PANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ: સંકટ સમયે મહિલાઓની સાચી સખી સાબિત થઈ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મહિલા સુરક્ષાનું એક મજબૂત માળખું પ્રસ્થાપિત થયું છે. ૮ માર્ચ ૨૦૧૫ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા શરૂ કરાયેલી આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની ૧૮.૧૯ લાખથી વધુ મહિલાઓને સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ જિલ્લામાં જ ૬૮,૭૫૭ જેટલા કોલ્સ મેળવી ૧૩,૦૭૯ કિસ્સાઓમાં રેસ્કયૂ વાન દ્વારા ઘટના સ્થળે પહોંચીને મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવી છે. ટેકનોલોજીસભર GPS ટ્રેકિંગ અને ૨૪ કલાક કાર્યરત આ સેવામાં ઘરેલું હિંસા, છેડતી, લગ્ન જીવનના વિખવાદો કે માનસિક સતામણી જેવા કિસ્સાઓમાં તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સ્થળ પર જ ઉકેલ લાવવા અથવા જરૂર જણાયે અન્ય સરકારી સંસ્થાઓ સુધી પહોંચાડવા સુધીની કામગીરી કરવામાં આવે છે. રાજ્યભરમાં ૫૯ રેસ્કયૂ વાનના કાફલા સાથે ગુજરાત મહિલા સુરક્ષામાં અગ્રેસર રહ્યું છે, જ્યાં ૧૮૧ નંબર પર કોલ કરનારની માહિતી ગોપનીય રાખીને ટેલિફોનિક અથવા રૂબરૂ કાઉન્સિલિંગ દ્વારા પીડિત મહિલાઓને ‘અભય’ બનાવી સાચી સખી-સાહેલી તરીકેની ભૂમિકા ભજવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!