GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જરોદ ની નાલંદા વિદ્યાલયમાં મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૦૭/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

જરોદ ની નાલંદા વિદ્યાલયમાં સ્ત્રી સશક્તિકરણ ના ઉદ્દેશથી આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમના અધ્યક્ષ શકુન્તલાબેન જનકરંગ મહેતાએ મહિલા મેદની ને સંબોધતા કહ્યું કે દરેક મહિલા શક્તિ સ્વરૂપા છે જ, એમણે જાતે પોતાની પાંખો ફેલાવવાનુ બંધ કર્યું છે.ઉપસ્થિત મહિલાઓને પોતાના ઘરની દીકરીઓને પાંખો અને સમજણ આપવાની વાત કરી. યુપી, એમ.પી.,બિહાર,ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડના નૃત્યની સાથે ગુજરાતી ગરબાની રમઝટ માણી, દરેક મહિલાઓએ આનંદ સહ મહિલા દિવસ ઉજવ્યો, સહેલી સેવા ટ્રસ્ટના ચેરપર્સન કું. ભગવતીબેન જોષીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે, પરિવારની સાથે સાથે મહિલા પોતે પોતાનુ ધ્યાન અને સ્વમાન સાચવવું જોઈએ, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ખૂબ પાતળી રેખા છે, અને સાચી સમજણ ભારતીય સંસ્કૃતિની સાથે સંકળાયેલી છે.અંતમાં હેતલબેન અને જ્યોતિ મેડમ એ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો હતો જ્યાં કાર્યક્રમનું સફળ સંચાલન અસ્પાક મકરાણી એ કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!