વેજલપુર પોલીસ સ્ટેશન ના શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન્સ કપલ ની તહેવારો ને અનુલક્ષીને શુભેચ્છા મુલાકાત લીધી.

તારીખ ૦૯/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં રહેતા મહેન્દ્ર કંચનલાલ સોની પરિવાર ની વેજલપુર પોલીસ સ્ટેશન ના શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન કપલ ની હોળી ધુળેટી ના તહેવારો ને અનુલક્ષી શુભેચ્છા મુલાકાત લઈ તહેવારો ની શુભેચ્છાઓ પાઠવી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશન ના શી ટીમ ના હેડ કોન્સ્ટેબલ મેનકાબેન તથા કૈલાસબેને એ મહેન્દ્ર કંચનલાલ સોની તથા ગીતાબેન મહેન્દ્ર સોની,સિનિયર સિટીઝન કપલ તરીકે વેજલપુર પોલીસમથકે સિનિયર સિટીઝન કપલ તરીકે રજીસ્ટર્ડ નોંધણી થયેલ કપલ ની હોળી-ધુળેટી ના તહેવારો અનુલક્ષીને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશન ની શી ટીમ દ્વારા અવારનવાર ફોન દ્વારા તથા રૂબરૂ મુલાકાત લઈને પોતાના પરિવાર નો એક હિસ્સો માની સિનિયર સિટીઝન કપલ મહેન્દ્ર કંચનલાલ સોની તથા ગીતાબેન મહેન્દ્ર સોની ની સંપૂર્ણપણે કાળજી લેવા માં આવે છે અને વેજલપુર પોલીસ સ્ટેશન ની શી ટિમ દ્વારા તબિયત અંગે ખબર અંતર પુછી કોઈ પણ મુશ્કેલી કે કંઈપણ જરૂરિયાત હોય તો 24×7 સંપર્ક કરવા જણાવ્યું છે જેથી કરીને ગીતાબેન અને મહેન્દ્ર કંચનલાલ સોની એ શી ટીમ વેજલપુર પોલીસ સ્ટેશન નો આભાર માન્યો છે.






