MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના રણાસણ ગામે હાઈસ્કૂલમાં ઈન્ટરક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ધોરણ 9ની બહેનો અને ધોરણ 7ના ભાઈઓ ચેમ્પિયન બન્યા

વિજાપુર તાલુકાના રણાસણ ગામે હાઈસ્કૂલમાં ઈન્ટરક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ધોરણ 9ની બહેનો અને ધોરણ 7ના ભાઈઓ ચેમ્પિયન બન્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર તાલુકાના રણાસણ ગામે આવેલી પટેલ આર.કે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધે અને ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી ધોરણ 7 થી 11 સુધીના ભાઈઓ અને બહેનો વચ્ચે ઈન્ટરક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ટુર્નામેન્ટનો પ્રારંભ આચાર્ય આર.જે. વિહોલ દ્વારા કરવામાં આવ્યો હતો અને ટીમવર્ક તથા રમતગમતના ગુણો વિકસે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. શિક્ષકમિત્રોએ પણ ખેલાડીઓને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.બહેનોની ફાઈનલ મેચમાં ધોરણ 9 અને ધોરણ 8ની ટીમ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. ધોરણ 9ની ટીમે શાનદાર બેટિંગ અને સચોટ ફિલ્ડિંગના જોરે વિજય મેળવી ચેમ્પિયન પદ મેળવ્યું હતું.
ભાઈઓની સ્પર્ધામાં ધોરણ 7ના નાના ગણાતા ખેલાડીઓ અને ધોરણ 11ની ટીમ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. અંતે ધોરણ 7ની ટીમે ઉત્તમ પ્રદર્શન કરી ફાઈનલમાં જીત મેળવી સમગ્ર ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.
ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આચાર્ય અને રમતગમત શિક્ષકોએ જણાવ્યું હતું કે રમતગમતથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, એકતા અને નેતૃત્વ જેવા ગુણો વિકસે છે. ટુર્નામેન્ટનું આયોજન શિક્ષક આર.એ. ભણાત અને અમરતભાઈ મુંધવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!