GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખબાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો

લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખબાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો .

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા સ્થિત ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘મહિલા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલા શક્તિને સંબોધતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે માત્ર ૮મી માર્ચ જ નહીં, પરંતુ વર્ષના તમામ ૩૬૫ દિવસો મહત્વના છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓના સશક્તિકરણ અને તેમના ઉચ્ચ સામાજિક સ્થાનને અનિવાર્ય ગણાવ્યું હતું.

 

પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં બાબુભાઈ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં ૩૩% અનામતની જોગવાઈ અને ‘ડ્રોન દીદી’ જેવી ક્રાંતિકારી યોજનાઓ માટે બજેટમાં કરવામાં આવેલો વધારો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહ્યો છે. પરિવારમાં માતા, પુત્રી અને બહેન તરીકેના યોગદાનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્ત્રી વિનાનું ઘર અંધકારમય છે અને આજે મહિલાઓ પુરુષ સમોવડી બની એવા કાર્યો કરી રહી છે જે અશક્ય જણાતા હતા.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખ, તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ વી રોઝ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!