સાબરકાંઠા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સાબરકાંઠા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
*
સાબરકાંઠા જિલ્લાના શ્રમિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ગત તા.૧૨/૦૩/૨૬ ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે BOCW (Building and Other Construction Workers Welfare Board) અને EMRI Green Health Servicesના સંયુક્ત સહયોગથી 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ શ્રમિકોને આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને નજીકમાં ઉપલબ્ધ કરાવવાનો છે.
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં DAR–ખેડબ્રહ્મા લોકેશન ખાતે એક ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.જેને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી કાર્યરત કરવામાં આવી આવ્યો છે.
આ એમ્બ્યુલન્સ ખેડબ્રહ્મા તથા આસપાસના ગામોમાં સેવા આપશે.મુખ્યત્વે શ્રમિક વર્ગને પ્રાથમિક આરોગ્ય સેવાઓ, મૂળભૂત લેબ ટેસ્ટ,ગર્ભાવસ્થા પૂર્વ આરોગ્ય તપાસ,આરોગ્ય સલાહ અને જાગૃતિ,ઈ નિર્માણ કાર્ડ બનાવવાની જેવી આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે. ઈ નિર્માણ કાર્ડ દ્વારા શ્રમિકો BOCW વેલ્ફેર બોર્ડમાં નોંધણી કરી શકશે અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શ્રમિક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવી શકશે.આ પહેલનો મુખ્ય હેતુ શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને તેમના દ્વારે સરળ, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે.
આ કાર્યક્રમમાં BOCWWB જિલ્લા નિરીક્ષકશ્રી , જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ,પ્રોજેક્ટ કોર્ડિનેટર, 108 ટીમ સાથે EME ટીમ & ,181 ટીમ, ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ, Dar ટીમના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા





