NANDODNARMADA

નર્મદા : રાજપીપલા શ્રી એમ. આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનો એન.સી.સી. શૂટિંગ સ્પર્ધામાં અમદાવાદ ખાતે ઉત્કૃષ્ટ દેખાવ

નર્મદા : રાજપીપલા શ્રી એમ. આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનો એન.સી.સી. શૂટિંગ સ્પર્ધામાં અમદાવાદ ખાતે ઉત્કૃષ્ટ દેખાવ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

કહેવાય છે કે લક્ષ પર મક્કમ નજર હોય તો સફળતા કદમ ચૂમે છે.આ વાતને સાર્થક કરી બતાવી છે રાજપીપલા ની શ્રી એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના એન.સી.સી. કેડેટ કરણ વસાવાએ રાજપીપળા ખાતે આવેલી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ કરણ વસાવાએ એન.સી.સી. સ્ટેટ લેવલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવી કોલેજ તથા સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે એન.સી.સી. આંતર ગ્રુપ સ્પોર્ટ્સ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 માં કરણ વસાવાએ આ મેડલ પ્રાપ્ત કર્યો હતો

 

તાજેતરમાં યોજાયેલી એનસીસી સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં કરણ વસાવાએ ઉત્કૃષ્ટ નિશાનેબાજી પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિ સતત પરિશ્રમ, શિસ્ત અને અડગ મનોબળનું પ્રતિબિંબ છે. સ્પર્ધામાં રાજ્યભરના પ્રતિભાશાળી કેડેટ્સ વચ્ચે કરણે પોતાનું કૌશલ્ય સાબિત કરી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 

કરણ વસાવા ધી ગુજરાત ઇંડિપેંડેન્ટ કંપની રાજપીપલાના કેડેટ છે. તેમની આ સિદ્ધિ બદલ કંપની ના કમાન્ડિંગ ઓફિસર અખિલેશ કુમાર, એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, એન.સી.સી. અધિકારી કેપ્ટન રાહુલ ઠક્કર સરે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કરણના આ સફળતાપૂર્ણ પ્રદર્શનને કોલેજ માટે ગૌરવની ક્ષણ ગણાવી અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.

 

કોલેજ પરિવાર તથા એન.સી.સી. યુનિટના તમામ સભ્યોએ કરણ વસાવાની આ સિદ્ધિને ઉજવણી સમાન ગણાવી તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. કરણ વસાવાની આ સફળતા અન્ય કેડેટ્સ માટે પણ પ્રેરણારૂપ બનશે અને તેમને રાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરશે.

Back to top button
error: Content is protected !!