GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામમાં આવેલ ગળ નાળા ઉપર ચંદન શોપિંગ સેન્ટર ના દબાણ ના કારણે ટ્રાફિક ની સમસ્યા ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત.

 

તારીખ ૧૭/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે આવેલ વરસાદી પાણીના નિકાલ માટે ના ગળ નાળા ઉપર ગેરકાયદેસર ચંદન શોપિંગ સેન્ટર ના દબાણ ના કારણે ટ્રાફિક ની સમસ્યા ના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયત પાસે આવેલ ગેર કાયદેસર ચંદન શોપિંગ સેન્ટર ગળ નાળા ઉપર બનાવવામાં આવેલ છે અને ગેરકાયદેસર ચંદન શોપિંગ સેન્ટર ની નીચે થી વર્ષોથી ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટે ગળ નાળુ બનાવવામાં આવ્યું હતું તેમજ પાણીના નિકાલ માટે સરકારી ગળ નાળુ મૂકવામા આવેલ પરંતુ આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું ત્યારે આ સરકારી ગળ નાળુ જે વરસાદી પાણીના નિકાલ માટે હતું તે નાળુ આ શોપિંગ સેન્ટરના કારણે બંઘ કરવામાં આવેલ છે જેથી ચોમાસાના સમય દરમિયાન મેઈન રોડ તેમજ સોસાયટીના વરસાદી પાણી સદંતર બંધ થઈ ગયેલ છે તેમજ આ વરસાદી પાણી રોડ ઉપર ભરાઈ જાય છે અને ચંદન શોપિંગ સેન્ટર ની જમીનમાં જે દુકાનો બનાવેલ છે તે દુકાનો લાખો રૂપિયામાં વેચવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવેલ છે તેમજ ચંદન શોપિંગ સેન્ટરના કારણે મેઈન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી ગળ નાળા ઉપર ગેરકાયદેસર ચંદન શોપિંગ સેન્ટરને દૂર કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે ત્યારે હવે જોવું એ રહયુ કે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી કે પછી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી દ્વારા ગેરકાયદેસર ચંદન શોપિંગ સેન્ટર દબાણ દારોને છૂપો આશીર્વાદ આપશે તે આવનારો સમયજ બતાવશે.

 

Back to top button
error: Content is protected !!