GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામે ગમખ્વાર અકસ્માત બે નાં મોત,૮ ને ગંભીર ઇજા.ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત.

 

તારીખ ૧૭/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર,આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!