GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં વડોદરાના સુપ્રસિદ્ધ ડોકટરોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે વિવિધ પ્રકારના રોગોના નિદાન પર ડૉક્ટર કોન્ફરન્સ યોજાઈ.

 

તારીખ ૧૮/૦૩/૨૦૧૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ કોમ્યુનિટી હોલ ખાતે વડોદરાની સેવન કલર ચિલ્ડ્રન હોસ્પિટલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. નિલય ચૌધરી અને ડૉ. રાહુલ પંચાલના માર્ગદર્શન હેઠળ કાલોલ નગર સહિત તાલુકાના 30થી વધુ ડૉક્ટરો માટે કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં રોગ નિદાન અંગે સમજ મેળવી આ કોન્ફરન્સ ને સફળ બનાવી હતી જ્યાં કોન્ફરન્સ બાદ તમામ ડોક્ટરઓએ સાથે ભોજન લઈ વિદાય લીધી હતી જ્યાં આ કોન્ફરન્સ ની પુર્વ તૈયારીમાં નિસર્ગ મહેતા,ડૉ.યોગેશ પંડ્યા, ડૉ.પ્રકાશકુમાર ઠક્કર,ડૉ.વાસુદેવ જોશી, ડૉ.હર્ષદ માછી જોડાયા હતા. સહભાગી તબીબોનું પુષ્પગુચ્છ-સ્મૃતિચિન્હથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભગિની સેવા મંડળના પ્રમુખ અંજનાબેન મહેતા, મંત્રી દીપ્તિબેન પરીખ, ખજાનચી અસ્મિતાબેન પરીખ સહિત અન્ય બહેનોને આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા.

Back to top button
error: Content is protected !!