વ્યાજ વટાવ નો ધંધો કરનારની રૂ ૨લાખના ચેક રીટર્ન ની ફરિયાદમાં હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.

તારીખ ૧૯/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલના ઉલ્લાસનગર ખાતે રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી એ હાલોલની રહીમ કોલોની ખાતે રહેતા ફારુક ઐયુબભાઈ મેતર સામે ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ રૂ ૨ લાખ ના ચેક રીટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને સારી રીતે ઓળખતા હોય આરોપીને ઘરની લોન નહી ભરે તો બેંક સીલ મારે તેવું હોવાથી લોન ભરવા માટે રૂ ૨ લાખની માંગણી કરતા ફરિયાદીએ તા ૧૦/૦૧/૨૪ ના રોજ રૂ ૨ લાખ ઉછીના આપ્યા હતા જે પેટે આરોપીએ તા ૧૨/૦૩/૨૪ ના રોજ નો જનતા સહકારી બેંક નો ચેક આપેલ જે ચેક જમા કરાવતા “અધર રિઝન”ના શેરા સાથે રિટર્ન થયો હતો જેબાદ હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્ર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા. આરોપીએ આ ચેક ફરિયાદીએ કામીલ પાસેથી મેળવી પોતાની સામે તદન ખોટો કેસ કર્યો હોવાનું જણાવ્યું હતુ. આરોપીના એડવોકેટ કે ડી મલેક દ્વારા કરાયેલી ઊલટ તપાસમાં ફરિયાદીએ પોતે આરોપીને છેલ્લા નવ દસ વર્ષ થી ઓળખતો હોવાનું જણાવ્યું હતુ જ્યારે આરોપીને કેટલા બાળકો છે તેની પોતાને ખબર નહીં હોવાનું જણાવ્યું જ્યારે પોતાને એ યુ સ્મોલ ફાઇનાન્સ માથી રૂ ૬૦,૦૦૦/ ની બાઇક ની લોન ચાલે છે તેવુ પણ સ્વીકારેલ આઈટી રિટર્ન માં પણ ચેક ના વ્યવહારની રકમ બતાવેલ નથી. પોતે વ્યાજ વટાવ નો ધંધો ન કરતા હોવાનું જણાવ્યું હતુ જ્યારે હાલોલ કોર્ટ માં ચેક રીટર્ન અંગેની પોતાની ફરિયાદી તરીકેનો પાંચ ફરિયાદો ની હકીકત સ્વીકારેલ. પોતે કામીલ ફિરોઝભાઈ મેતર ને ઓળખતા નથી તેવુ જણાવી તરતજ હાલનો તકરારી ચેક આરોપીના ભત્રીજા કામીલ ફિરોઝભાઈ મેતર પાસેથી મેળવ્યો હોવાનું સ્વીકારે છે. રૂ બે લાખ પોતે ક્યાંથી લાવ્યા તેનો કોઈ પુરાવો પોતાની પાસે નથી તથા ચેક કયા કારણે રિટર્ન થયો તે યાદ નથી તેવુ સ્વીકારેલ તમામ હકીકતે ફરિયાદી ગેરકાયદેસર વ્યાજ વટાવ ના ધંધા સાથે સંકળાયેલા હોય અને પોતાના હિતો સાચવવા કોર્ટ પ્રોસેસ નો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરનાર ઈસમ હોવાનુ તેમજ ચોખ્ખા હાથે આવેલ ના હોય પોતાનું કાયદેસર નુ લ્હેણુ સાબિત કરી શકતા ન હોય હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રે આર બી જોશીએ એડવોકેટ કે ડી મલેક ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ફારુક ઐયુબભાઈ મેતર ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.







