GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સરદાર ભવન ખાતે કાલોલ કોંગ્રેસની તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત બેઠકોની યોજાનાર ચૂંટણી ના આયોજન અંગેની બેઠક યોજાઈ.

 

તારીખ ૧૯/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત બેઠકોની યોજાનાર ચૂંટણી ના આયોજનગુરુવારના રોજ કોંગ્રેસ હાઉસ સરદાર ભવન કાલોલ ખાતે સવારે 11:00 કલાકે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર ની સૂચનાથી અને તેઓ ની ઉપસ્થિતિમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ની અગત્યની મીટીંગ કાલોલ તાલુકામાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત બેઠકોની યોજાનાર ચૂંટણી ના આયોજન અંગે અગત્યની મીટીંગ રાખેલ તેમાં આ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. આજની મિટિંગમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા બક્ષિપંચ ના ચેરમેન નસીબદાર રાઠોડ, વેજલપુર જિલ્લા પંચાયત બેઠક ના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાદવ, એરાલ જિલ્લા પંચાયત બેઠકના પ્રમુખ પ્રદ્યુમનસિંહ પરમાર, બાકરોલ જિલ્લા પંચાયત બેઠકના પ્રમુખ નરવતસિંહ પરમાર, પીગળી જિલ્લા પંચાયત બેઠકના પ્રમુખ છત્રસિંહ ચૌહાણ (સી.એમ.), કાલોલ તાલુકા કોંગ્રેસના બક્ષીપંચના ચેરમેન નરવતસિંહ ચૌહાણ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર અને અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ યુવા કોંગ્રેસના પ્રમુખ કુણાલકુમાર ઉપાધ્યાય, કાલોલ તાલુકાના આગેવાનો તખતસિંહ રાઠોડ, ગણપતસિંહ પરમાર, ખુમાનસિંહ રાઠોડ, અર્જુનભાઈ રાઠોડ, અરુણસિંહ ગોહિલ, દીપાભાઇ, તથા કાલોલ શહેરના આગેવાનો ખ્રિસ્તી સાહેબ, ગનીભાઈ મન્સૂરી, અકરમખાન પઠાણ, સખાવતભાઈ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!