ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

આણંદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/03/2026 – ભારે પવન સાથે વાવાઝોડું આવવાના કારણે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં 05 ઝાડ થયા ધરાશાયી મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ટૂંક સમયમાં જ રસ્તા ઉપર થી ઝાડ હટાવીને રસ્તા ખુલ્લા કરાયા*

 

આણંદ શહેરી વિસ્તારમાં સાંજના સમયે અચાનક મોસમ બદલાતા અને ભારે પવન સાથે વાવાઝોડું આવતા મહાનગરપાલિકા વિસ્તારમાં વિદ્યાનગર ડી માર્ટ સામે, ગામડી ગામે, વિદ્યાનગર રોડ ઉપર એપીસી સર્કલ પાસે, હરિઓમ નગર પાસે અને અનમોલ બેકરી પાસે ઝાડ પડવાના બનાવ બન્યા હતા તથા બાકરોલ ગેટ પાસે સામાન્ય આગ લાગવાનો બનાવ બન્યો હતો.

 

આ અંગેની જાણ થતા જ મહાનગરપાલિકા ના કમિશનર શ્રી દ્વારા મનપાની ટીમ રવાના કરવામાં આવી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મનપા ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ટીમ દ્વારા તમામ 05 જગ્યાઓ ખાતે પડેલ ઝાડ રસ્તા ઉપર થી ખૂબ જ ટૂંકા સમયમાં ખસેડવામાં આવ્યા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી, આ ઉપરાંત બાકરોલ ગેટ પાસે સામાન્ય આગ લાગી હતી જે તાત્કાલિક બુઝાવવામાં આવી હતી અને નગરજનોને તકલીફ ન પડે તે રીતે તમામ રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!