કાલોલ શહેરની દસ વર્ષ ની નાની ઉમરે મહેકબાનુ એ પૂરાં મહિના રોઝા રાખી કુરાન શરીફ મુકમ્મલ પુર્ણ કરી ખુદાની ઈબાદત કરી.

તારીખ ૨૦/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલ રમજાન માસના આજરોજ ૩૦ રોઝા પુરાં થયાં છે.મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે. અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યા થી ખાવાપીવાનું બંધ કરીને સાંજ ના પોણા સાત વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૩ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોઝો ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોઝો રાખે છે હાલમા કાલોલ શહેર કસ્બા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઇ બેલીમની પુત્રી દસ વર્ષની ઉંમરે મહેકબાનુ એ ધગધગતા તડકામાં ૧૩ કલાક સુધી પ્રથમ વખત સડગ ૩૦ દિવસ સુધી રોઝા રાખી કલામે પાક મુકમલ પૂર્ણ કરી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે મહેકબાનુ એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉંમરે ખુદાને રાજી કરવા પુરા મહિનાના રોઝા રાખવા આવ્યા છે ત્યારે ફારૂક ભાઇ અને હનીફભાઇ વાઘેલા પોતાની દસ વર્ષીય નવાસી મહેકબાનુ ને શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.







