AHAVADANGGUJARAT

ડાંગ: બોરીગાંવઠા ખાતે રામકથામાં ભક્તિભાવનો માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

શ્રી મારુતિ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન, ભક્તોમાં આસ્થા અને ઉમંગ છલકાયો..

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના બોરીગાંવઠા ગામે આવેલ શ્રી મારુતિ મંદિર ખાતે સ્થાપના વર્ષના મંગલ પ્રવેશ પાટોત્સવ નિમિત્તે આયોજિત રામકથામાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.કાર્યક્રમમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લઈ રહ્યા છે.

આ પાવન રામકથા આંતરરાષ્ટ્રીય કથાકાર મેહુલભાઈ જાની દ્વારા ભાવસભર વાણીમાં રજૂ કરવામાં આવી રહી છે, જેમાં શ્રીરામના દિવ્ય ચરિત્રનું રસપાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે. કથાનો પ્રારંભ 20 માર્ચ 2026ના રોજ થયો હતો અને તે 28 માર્ચ 2026 સુધી દરરોજ રાત્રે 8:00 થી 11:00 વાગ્યા સુધી યોજાઈ રહી છે.મંદિર પરિસરમાં આકર્ષક સજાવટ અને સુવ્યવસ્થિત આયોજનને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.કથાસ્થળે શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક કથાનો આનંદ માણી રહ્યા છે.આ ઉપરાંત, દરરોજ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમથી ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!