BHUJGUJARATKHEDA

કચ્છમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે ક્લેકટર આનંદ પટેલ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી.

પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન કરવા નહીં તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ

ભુજ,તા-૨૪ માર્ચ : આજરોજ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.  બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાથી તેમજ કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.  પેટ્રોલ-ડીઝલની અછત અંગેના અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન દોરાવા નાગરિકોને અનુરોધ કરતા ક્લેકટર એ વધુમાં જણાવ્યું હતું કે, ઇંધણ અંગે ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી, પોતાની જરૂરીયાત મુજબ જ ઇંધણ પુરાવવું, પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ એકઠી ન કરવી. કોઇપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવી. જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઇંધણની ઉપલબ્ધતા અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે પશ્ચિમ કચ્છ એસ.પી.વિકાસ સુંડાએ કંપનીઓને કોઇ તત્વો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન થાય તે માટે પેટ્રોલપંપ માલિકોને તાકીદની જાણ કરવા તેમજ માત્ર વાહનમાં જ પેટ્રોલ ભરવા, અન્ય કોઇ રીતે છુટક વેચાણ ન કરવા તાકીદ કરી હતી. જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!