BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર-બોડેલી પેટ્રોલ ડીઝલ નહીં મલે ની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાગી લાઈનો

બોડેલમા અનેક વિસ્તારોમાં “પેટ્રોલ નહીં મળે” તેવી અફવાઓએ જોર પકડતા લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. જેથી સાંજના સાત વાગ્યાના સમયે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારમાંથી તેમજ નગરજનોએ પેટ્રોલ ભરાવવા અને ડીઝલ ભરવા દોટ મૂકી હતી આ લખાઈ રહ્યું છે ત્યારે આ વાતને દોઢ કલાક થઈ ગયો હોવા છતાં અત્યાર સુધી બોડેલી હાઇવે ના પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે

જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તથા છોટાઉદેપુરના અનેક પેટ્રોલ પંપ ઉપર અફવાઓના પગલે જિલ્લા ભરના અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. લોકો એકસાથે પેટ્રોલ ભરાવવા દોડી આવતા સપ્લાય પર તાત્કાલિક દબાણ ઊભું થયું છે.આ મુદ્દે રાજ્યના ડે. C.M હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમ છતાં, પેનિકના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ રહી છે.

કેટલાક પેટ્રોલ પંપ પર પરિસ્થિતિને સંભાળવા માટે પ્રતિ વાહન પેટ્રોલ આપવાની મર્યાદા નક્કી કરવી પડી છે, જેમાં બાઈકમાં 100 રૂપિયાનું અને ફોરવીલ ગાડીમાં 300 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ “પેટ્રોલ નથી” એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. હવે મોટો સવાલ એ છે કે સરકાર પૂરતા જથ્થાની ખાતરી આપે છે, છતાં પંપ પર આટલી લાંબી કતારો કેમ? વિશેષજ્ઞોના મત મુજબ, અફવાઓના કારણે લોકો જરૂર કરતાં વધુ પેટ્રોલ ભરાવવા દોડે છે, જેને કારણે તાત્કાલિક અછત જેવી પરિસ્થિતિ ઊભી થાય છે — જેને “પેનિક બાયિંગ” કહેવામાં આવે છે.

અફવાઓના કારણે અચાનક વધેલી માંગ એક સાથે મોટા પ્રમાણમાં લોકો પેટ્રોલ ભરાવવા પહોંચ્યા હતા સપ્લાય હોવા છતાં વિતરણમા મુશ્કેલી ઉભી થઇ હતી જયારે બોડેલી ખાતે આવેલા અમૃત પેટ્રોલ પંપ ના માલિક ઈન્દ્રજીત પટેલે પણ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે પરંતુ લોકો અચાનક પેટ્રોલ ભરવા માટે આવી રહ્યા છે લોકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓથી દૂર રહીને માત્ર જરૂર મુજબ જ પેટ્રોલ ભરાવે તેવી અપીલ કરી છે
રિપોર્ટર તોસીફ ખત્રી

Check Also
Close
Back to top button
error: Content is protected !!