GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “ચાલો, કેન્સરને મ્હાત આપીએ” રાજકોટમાં કેન્સર જાગૃતિ માટે ૨૮ માર્ચે ‘નાઈટ વોક’નું ભવ્ય આયોજન

તા.૨૪/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

૪૦૦થી વધુ કેન્સર વોરિયર્સ જોડાશે

દીકરીઓમાં HPV વેક્સિનેશન વધારવા વિશેષ આયોજન

કેન્સર જેવી ગંભીર બીમારી સામે જાગૃતિ લાવવા અને ખાસ કરીને દીકરીઓમાં HPV વેક્સિનેશનનું મહત્વ સમજાવવાના ઉમદા હેતુ સાથે કેન્સર કેર ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા આગામી ૨૮ માર્ચ, શનિવારના રોજ રાત્રિના ૦૯:૦૦ કલાકથી રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘કેન્સર અવેરનેસ નાઈટ વોક’નું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાના ફાઉન્ડર શ્રી અશ્વિનભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ૧૦ કિ.મી.ની પદયાત્રા કાર્યક્રમને વિવિધ એન.જી.ઓ., તબીબો અને કેન્સર વોરિયર્સનો સહયોગ પ્રાપ્ત થયો છે. ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીકરીઓ માટેના HPV વેક્સિનેશન અભિયાનથી પ્રેરાઈને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા નાગરિકોને આ જાગૃતિ અભિયાનમાં જોડાવા અને કેન્સર મુક્ત સમાજની દિશામાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!