KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષપ્રતિપદા ઉત્સવની ઉજવણી:શિસ્તબદ્ધ પથ સંચલન યોજાયું.

 

તારીખ ૨૫/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તાજેતરમાં મંગળવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર દ્વારા હિન્દુ નૂતન વર્ષના પ્રથમ ઉત્સવ એવા ‘વર્ષપ્રતિપદા ઉત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે પથ સંચલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્ય વક્તા: આ કાર્યક્રમમાં જિલ્લા શારીરિક પ્રમુખ જયભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને કાલોલ શહેરના સુવર્ણ હોલ ના પટાંગણમાંથી પથ સંચલનનો પ્રારંભ થયો હતો, જે નગરના વિવિધ માર્ગો પર ફર્યું હતું.ઘોષ વાદકોના સુરેલા નાદ સાથે શ્વેત વસ્ત્રો અને પૂર્ણ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોના શિસ્તબદ્ધ સંચલને આકર્ષણ જમાવ્યું હતું.આ કાર્યક્રમને નિહાળવા માટે નગરની બહેનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વર્ષપ્રતિપદા એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે સંઘ દ્વારા આદ્ય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીના જન્મજયંતી નિમિત્તે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. કાલોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જયભાઈ ભટ્ટે રાષ્ટ્રવાદ અને સંગઠન શક્તિ પર ભાર મૂક્યો હતો. પથ સંચલન દરમિયાન નગરજનોએ ઠેર-ઠેર સ્વયંસેવકોનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના અંતે શિસ્ત અને સંસ્કારના દર્શન સાથે ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.

Back to top button
error: Content is protected !!