
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં ખેરગામ તાલુકાના કાર્યકરોને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ દ્વારા આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે.ભુરાભાઈ શાહના અધ્યક્ષપદ હેઠળ આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી અને આઠ મંત્રીઓનું સંગઠન રચાયું છે. માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરને કોષાધ્યક્ષ તરીકે અને હરીલાલ છોટુભાઈ પટેલને કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.વિવિધ મોરચાઓમાં કુલ 17 કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે. કિસાન મોરચાના પ્રમુખ તરીકે ગણદેવીના આશિષ ગુણવંત દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ખેરગામ તાલુકામાંથી આશિષ (શંભુ) દેસાઈને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.બક્ષીપંચ મોરચામાં બીલીમોરા શહેરના વિજય બાલુ પટેલ પ્રમુખ બન્યા છે, જ્યારે ખેરગામ તાલુકામાંથી દિનેશભાઈ ભીખુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. મહિલા મોરચામાં સુમિત્રા મુકેશ પટેલ પ્રમુખ તરીકે, ચીખલી તાલુકાની સરસ્વતીબેન સોલંકી સાથે ખેરગામ તાલુકાની લીના અમદાવાદીને સ્થાન આપવામાં આવ્યું છે.યુવા મોરચામાં ચીખલીના ડૉ. વિશાલ પટેલ પ્રમુખ બન્યા છે અને ખેરગામ તાલુકામાંથી સૂરજ પટેલને મંત્રી બનાવવામાં આવ્યા છે. અનુસૂચિત આદિજાતિ મોરચામાં વાંસદાના સંજયભાઈ બાબલભાઈ બિરારી પ્રમુખ છે, જેમાં ખેરગામ તાલુકાના પ્રશાંત ઈ. પટેલને મહામંત્રી તરીકે સ્થાન મળ્યું છે.લઘુમતી મોરચામાં આસિફ ગુલામભાઈ બરોડાવાલા પ્રમુખ છે, જ્યારે ખેરગામ તાલુકાના મુસ્તાનસિર વ્હોરાને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ મોરચામાં ખેરગામ તાલુકામાંથી કોઈ નિમણૂક થઈ નથી.આ ઉપરાંત નવ મંડળ સંગઠન પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં ખેરગામ તાલુકા માટે વાંસદાના યશપાલ પરાક્રમસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારો પર મોટી જવાબદારી આવી છે. તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે સંગઠનને સક્રિય કામગીરી કરવી પડશે. ખેરગામ તાલુકાના લોકો નવા હોદ્દેદારો પાસેથી વિકાસની મોટી અપેક્ષા રાખી રહ્યા છે.


