GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: ૧ લાખના બદલે ૪.૮૮ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: ૧ લાખના બદલે ૪.૮૮ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

​મોરબી: શહેરના દલવાડી સર્કલ પાસે રહેતા એક આધેડને ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં, વધુ પૈસા પડાવવા માટે ધમકી આપવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.



​મળતી વિગતો મુજબ, મોરબીમાં સિરામિક ભવ્ય ટાઇલ્સનો ધંધો કરતા ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરા (ઉ.વ. ૫૮) એ વર્ષ ૨૦૨૨માં પોતાના ધંધા માટે આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ પાસેથી માસિક ૮ ટકાના વ્યાજે રૂ. ૧,૦૦ લાખ લીધા હતા.​ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે અત્યાર સુધીમાં વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ. ૪,૮૮,૦૦૦ જેવી માતબર રકમ આરોપીને ચૂકવી દીધી છે.​આટલી રકમ ચૂકવ્યા બાદ પણ આરોપી સંતોષાયો ન હતો અને વધુ રૂ. ૩,૦૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.​આરોપીએ અગાઉ લખાણ કરાવી લીધેલું નોટરી લખાણ અને આઈ.ડી.બી.આઈ. બેંકના ૩ ચેકો પરત આપ્યા ન હતા.​પુત્રને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી ​વધુ પૈસા પડાવવાના હેતુથી આરોપીએ ફરિયાદીના દીકરાને ફોન કરી ગાળો આપી હતી અને જો વ્યાજની રકમ નહીં ભરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે આધેડે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.​મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે આ મામલે આરોપી પ્રકાશભાઈ વિરુદ્ધ:
​આઈ.પી.સી. કલમ-૩૮૬, ૫૦૪, ૫૦૬(૨) ​ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબતના અધિનિયમ-૨૦૧૧ની કલમ-૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!