
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી: બે દિવસીય ‘ગૌ-સેવા’ અને લાપસીના નિરણનું સુંદર આયોજન
મુંદરા, તા. 28:
અહિંસા પરમો ધર્મના પ્રણેતા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની મુંદરા શહેરમાં આગામી તારીખ 31/03/2026ના રોજ ભારે હર્ષોલ્લાસ અને રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરને જીવદયાના કાર્યથી વધાવવા માટે જૈન સમાજ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મહાવીર જન્મ કલ્યાણકના અનુસંધાને જૈન યુવક મંડળના ઉપક્રમે એક ઉદારમના અને જીવદયા પ્રેમી દાતા પરિવાર દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિ જાહેર કરવામાં આવી છે. સ્થાનિક ગૌરક્ષા કેન્દ્રમાં આશરે 400 જેટલી ગાયોને તારીખ: 30/03/2026 અને 31/03/2026 એમ બે દિવસ સવારે 8:30 કલાકે ગૌરક્ષા કેન્દ્ર, મુંદરા ખાતે મીઠું મોઢું કરાવવા માટે લાપસીનું નિરણ કરવામાં આવશે.
આ જીવદયાના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘની ગરિમામય ઉપસ્થિતિ રહેશે.
જૈન સંઘના સહમંત્રી શ્રી વિનોદભાઈ મહેતા તથા સહ-ખજાનચી શ્રી વિમલભાઈ મહેતાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે ભગવાન મહાવીરના ‘જીવો અને જીવવા દો’ના સંદેશને સાર્થક કરવા માટે આ ગૌ-સેવા અને લાપસી નિરણનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત જૈન સમાજમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





