
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૮ માર્ચ : ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના મહિમાને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માંડવી ફરાદી કેજીવીબી ખાતે “માતૃ શકિત વંદના ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ને કરવામાં આવી. ત્યાર બાદ દક્ષાબેન રાણીપા દ્વારા શાબ્દિક રજૂઆત કરવામાં આવી હતી.મુખ્ય વક્તા શ્રીમતિ મેનાબેન ઠાકરે રાષ્ટ્ર નિર્માણમાં અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનો જે ફાળો છે.તેની પ્રશંસા કરતા “માતૃ શકિત વંદના ” કરવામાં આવી હતી. મુખ્ય વક્તા શ્રીમતી મેનાબેન ઠાકરે ભારતીય મૂલ્યો અને શિક્ષણમાં સંસ્કારોના સિંચન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે માતૃશક્તિનુ સન્માન અને જતન અનિવાર્ય છે.શિક્ષકો દ્વારા નવી પેઢીમાં આ સંસ્કારોનું વહન થાય તે જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું વક્તાશ્રી એ કહ્યું હતું.આ કાર્યક્રમ દ્વારા સમાજમાં નારી શક્તિ પ્રત્યે આદરભાવ વધારવા અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ નું સંચાલન સંગીતાબેન રાજગોરે કર્યું હતું.પૂજાબેન ,મીરાબેન તેમજ કેજીવીબી ફરાદી ના તમામ સ્ટાફ જોડાયા તેમજ વ્યવસ્થા સંભાળી હતી.













