KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરના ચર્ચ ખાતે પામ સન્ડેની ઉજવણી અંતર્ગત રેલી અને પ્રાર્થના સાથે ખજુરી રવિવાર મનાવાયો.

 

તારીખ ૨૯/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત પનુએલ મેથોડિસ્ટ ચર્ચમાં ખજુરી રવિવાર (પામ સન્ડે) પરંપરાગત રીતે ઊજવાયો હતો જ્યાં સવારે વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ હતી જેમાં સ્થાનિક નિવાસીઓએ ખજુરીના પાન લઈ “જય જય હોસાના”ના જયગાન સાથે પ્રભુ ઈસુનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શિવશક્તિ સોસાયટી અને વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રેલી કાઢવામાં આવી હતી અને બાળકો, યુવાનો અને વડીલો હાથમાં ખજુરીના પાન અને બૅનરો સાથે જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિસભર વાતાવરણમાં ગૂંજી ઊઠ્યો હતો જ્યાં રેવ. સુરેશ સાહેબે પામ સન્ડેનું મહત્વ સમજાવતા કહ્યું કે તે પ્રભુના શાંતિ અને નમ્રતા ભર્યા પ્રવેશની યાદ અપાવે છે. ડી.એલ. પિયુષ પરમાર અને મંડળીના સર્વ ભાઈ-બહેનોએ રેલીમાં સક્રિય ભાગ લઈ પ્રાર્થના અને ગીતો દ્વારા પ્રભુનું મહિમા ગાન કર્યું હતું. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો અને સૌએ પ્રેમ-એકતા સાથે પવિત્ર અઠવાડિયાની શરૂઆત કરી હતી.

 

 

Back to top button
error: Content is protected !!