KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામે દબાણ ની આડમાં માટી ખનન મુદ્દે ગ્રામ પંચાયત ના જવાબદારો સામે કાર્યવાહી કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત.

 

તારીખ ૨૯/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલ શામળાજી રોડ ઓથોરિટી ની મિલકત માંથી વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદારો અને વહીવટ કરતા દ્વારા કોઈપણ મંજૂરી વગર દબાણો ની આડમાં ગેરકાયદેસર માટી નું ખનન કરતા વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદારો સામે કાર્યવાહી કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા .એસ.આર.ડી.સી. સહિત વિવિધ વિભાગીય કચેરી ઓમાં લેખિત રજુઆત કરાઈ વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા જી.એસ.આર.ડી.સી. ના કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત વેજલપુર ગ્રામ પંચાયત ના સત્તાધીશો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગુજરાત હાઇકોર્ટે માં પિટિશન દાખલ કરવાની લેખિત ચીમકી પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામેં આવેલ મેહલોલ ચોકડી પાસે ગૌચરની જમીન જેનો રે.સ.નં.૯૬૬ આવેલ હતો તે સર્વે નંબર માં ગામના મધ્યમ વર્ગના લોકો લારી ગલ્લા મૂકી રોજીંદુ જીવન જીવવા માટે લારી ગલ્લા મૂકી આત્મનિર્ભર બન્યા હતા જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના સત્તાધીશોએ લારી ગલ્લા નું દબાણ હટાવવાની આડમાં તેની બાજુમાં આવેલ હાઈવે રોડ ઓથોરિટી જી.એસ.આર.ડી.સી ની મિલકત માંથી દિવસ અને રાત્રીના અંધારામાં રોડ ની સાઈડમાં ઉંડા ખાડા કરી ગેરકાયદેસર માટી કાઢી વેચાણ કર્યું હોવાના આક્ષેપો લાગ્યા હતા જીસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા માટી કાઢવાનો વીડિયો સામે આવ્યો હતો માટી ખોદકામ દરમિયાન વેજલપુર ગ્રામ પંચાયત ના સત્તાધીશો એ રોડ ને નુકશાન પોહચાડ્યું હતું જેથી વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા ખડકી ટોલ પ્લાઝા ના જવાબદાર અધિકારીઓ ને જાણ કરી હતી જેથી રોડ ઓથોરિટી ના અધિકારીઓ દ્વારા સ્થળ ની મુલાકાત લીધી હતી અને હાઈવે રોડ ઓથોરિટી જી.એસ.આર.ડી.સી ની મિલકત ને નુકશાન થયેલ જોતા રોડ ડિપાર્ટમેન્ટ ના અધિકારી દ્વારા તલાટી ક્રમ મંત્રી નો સંપર્ક કર્યો હતો જ્યાં માટી ખોદકામ અને રોડ નુકશાન અંગે પૂછપરછ કરી હતી અને માટી ખોદકામ અંગે કોની મંજૂરી મેળવી છે તેની પૂછપરછ કરી હતી જેથી તલાટી ક્રમ મંત્રી દ્વારા જણાવેલ કે ગ્રામ પંચાયત પુરેલ માટી કાઢી છે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો જેથી વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા હાઈવે રોડ ઓથોરિટી જી.એસ.આર.ડી.સી સહિત વિવિધ કચેરી ઓમાં લેખિત રજુઆત કરવામાં આવી છે અને વધુ એવુ પણ લેખિત માં જણાવ્યું છે કે વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગુજરાત હાઈકોર્ટે માં પિટિશન દાખલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉપચાર વામાં આવી છે જેથી હવે જોવું એ રહ્યું કે હાઈવે રોડ ઓથોરિટી જી.એસ.આર.ડી.સી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ના સત્તાધીશો સામે ફરિયાદ નોંધાવશે તે જોવાનું રહ્યું

 

Back to top button
error: Content is protected !!