
પાલીતાણા તા 31-03-2026
જયાં કાંકરે કાંકરે અનંતઆત્માઓ વિચારી રહ્યા છે જેના ક્ણ ક્ણ માં “અહિંસા પરમો ધર્મ” સમાયેલો છે તેવી અહિંસા નગરી ની પાવનભૂમિ પાલીતાણા માં પ.પૂ .આચાર્ય ભગવંત વિજયજિનદર્શન સુરિશ્વરજી મ.સા. પ.પૂ . આચાર્ય ભગવંત યોગરાતિ સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રા માં ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક દિવસે ભાયવ્યતિ ભવ્ય શોભાયાત્રા શહેર ના રાજમાર્ગો પાર ફરી હતી જેનું ઠેર ઠેર આનંદ ઉમંગ પૂર્વક સંન્માન કરાયું ઠંડા પાણી , છાશ કેન્દ્ર , ના સ્ટોલ ઉભા કરી વિતરણ કરાયું હતું આ શોભાયાત્રા માં શણગારેલ બગીઓ , રથ , અને પાલીતાણા શેત્રુંજય યુવક મંડળ નું બેન્ડ વાઝા સાથે ઉલ્હાસ પૂર્વક શોભાયાત્રા ની ધર્મ પ્રેમીઓએ યાત્રા માં જોડાયેલ સાધુ સાધ્વીજી મ.સા પ.પૂ આચાર્ય ભગવંતો ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જયારે પાલીતાણા સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ શ્રી ભાગ્યશાળી સેવાભાવી આત્મજન શાંતિ ભાઈ મેહતા જૈન શ્રેઠી જૈન ધર્મરક્ષક ભાવેશભાઈ શેઠ સાહેબ જૈન યુવાઅગ્રણી જે સી આય પાલીતાણા ના પ્રમુખ શ્રી અજયભાઇ શેઠ , પ્રફુલભાઇ , નિમેષભાઈ દફતરી , વિમલ શેઠ , સહિત પાલીતાણા આણંદજી કલ્યાણજી પેઢી ના અને પાલીતાણા સમસ્ત જૈન સંઘ ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










