GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનના બે અધિકારીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૩.૨૦૨૬

હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી હાલોલ ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે.ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!