સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા !!!

રાજ્યમાં આગામી 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 2થી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
માર્ચ મહિનો પૂર્ણ થશે અને એપ્રિલ મહિનો શરૂ થવાનો છે પણ માવઠું હજુ ખેડૂતોનો પીછો છોડી રહ્યું નથી. આગામી 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 2થી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 એપ્રિલના રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.





