SAYLA

સાયલા, ચોટીલા હાઇવે પર પગપાળા યાત્રીઓનુ ઘોડાપૂર ઉમટ્યું.

સાયલા,ચોટીલા હાઇવે પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ધમધમ ઉઠ્યા. સાયલાના ગ્રામ્ય વિસ્તારોના લોકોએ પણ અલગ અલગ સેવા કેમ્પ યોજી પદયાત્રીઓને અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજીના ચૈત્રી પુનમે દર્શન કરવાનું વર્ષોથી મહત્વ રહેલું છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઆે પગપાળા ચોટીલા તરફ જઇ રહ્યાં છે અને સુરેન્દ્રનગર જીલ્લાના હાઇવે સહિત મુખ્ય માર્ગો પર હજારો પદયાત્રીઆેની ભીડ જોવા મળી રહી છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. જેમાં ચા-પાણી, નાસ્તો, જમવાનું કે ઠંડા પીણા જેવા અલગ અલગ કેમ્પોની લોકો સેવા આપી રહ્યા છે.પદયાત્રીઓ પણ લોકોને સંદેશો આપી રહ્યા છે કે મુખ્ય માર્ગો પણ દરેક પ્રકારની સેવા મળી રહે છે. સાથે સાથે જય માતાજી જય ચામુંડામાના નારા સાથે વાહન તથા સંઘ લઈને લાખોની સંખ્યામાં મહેરામણ પડ્યું હતું.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!