સામતપર પ્રાથમિક શાળામાં બાળ સાસંદ ચુંટણી યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની શ્રી સામતપર પ્રાથમિક શાળામાં બેગ લેસ ડે અંતર્ગત બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનું બાળક એ આવતીકાલનું ભારતનું નાગરિક છે… એ હકીકતને ધ્યાનમાં રાખીને લોકશાહી દેશમાં પ્રાણ કહી શકાય એવી ચૂંટણી પ્રક્રિયાને બાળકો પ્રાયોગિક રીતે સમજે એવા ઉમદા આશય સાથે સહ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે આ બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું… ઉમેદવાર પસંદગીની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એ વિદ્યાર્થીઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા… ધોરણ 5 થી 8 ના 148 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું… જેમાં શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતા હર્ષદ રાણાભાઇ બાવળવા ને સૌથી વધારે 58 મત મળતાં શાળા બાળસાંસદના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી… અને સાથે રહેલા તમામ ઉમેદવાર વિદ્યાર્થી મિત્રોને વિવિધ સમિતિના મંત્રી પદ સોંપવામાં આવ્યા હતા… શાળાના શિક્ષકો, શાળા SMC અધ્યક્ષ જેસીંગભાઈ સારોલા તથા બાળકો સૌએ સાથે મળી આ સહ શૈક્ષણિક પ્રવૃત્તિને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો… ખરા અર્થમાં બેગલેસ ડે ને સાર્થક બનાવવામાં આવ્યો…
અહેવાલ,,



