SAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા હાઈવે પર વન વિભાગનો દરોડો: 75 મણ ગેરકાયદેસર લાકડા ભરેલી પીકઅપ ગાડી સાથે 3 શખ્સો ઝબ્બે

આયા બોર્ડ પાસે બાતમીના આધારે ફોરેસ્ટ ટીમે તાડપત્રી ઢાંકીને જતાં વાહનને અટકાવ્યું: રૂ.5.25 લાખનો મુદ્દામાલ જપ્ત

તા.24/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આયા બોર્ડ પાસે બાતમીના આધારે ફોરેસ્ટ ટીમે તાડપત્રી ઢાંકીને જતાં વાહનને અટકાવ્યું: રૂ.5.25 લાખનો મુદ્દામાલ જપ્ત, સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે તાડપત્રી ઢાંકીને લઈ જવાતાં કિંમતી લાકડાનો જથ્થો સાયલા વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. આયા બોર્ડ નજીક કરવામાં આવેલી આકસ્મિક રેડ દરમિયાન વન વિભાગે બોલેરો પીકઅપ ગાડી, ખીજડો અને લીમડાનું અંદાજે ૭૫ મણ અકાયદેસર લાકડું તેમજ ત્રણ શખ્સોને પકડી પાડી કુલ રૂ. ૫.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી વિગતો અનુસાર, સાયલા વન વિભાગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો ભરીને એક બોલેરો પીકઅપ ગાડી પસાર થઈ રહી છે. બાતમીના આધારે આયા બોર્ડ પાસે ફોરેસ્ટ વિભાગે વોચ ગોઠવીને આ વાહનને અટકાવ્યું હતું. ગાડીની તલાશી લેતાં તેમાં તાડપત્રી ઢાંકીને છુપાવવામાં આવેલો ખીજડા અને લીમડા જેવા વૃક્ષોનો અંદાજે ૭૫ મણ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ લાકડાનો જથ્થો વસ્તડી વિસ્તારમાંથી ભરીને બામણબોર તરફ વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે ઘટના સ્થળેથી લાકડા અને ગાડી સહિત કુલ રૂ. ૫,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે વન વિભાગે બળદેવભાઈ ખીમાણીયા, ધીરુભાઈ ખીમાણીયા અને પ્રકાશભાઈ બોહકિયા નામના ત્રણ શખ્સોને અટકાયતમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ રેડ અને પેટ્રોલિંગ કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રવિણસિંહ, વિક્રમસિંહ, વિરસંગભાઈ તથા મેરાભાઈ સહિતનો વન વિભાગનો કાફલો જોડાયો હતો. વન વિભાગની આ સઘન કામગીરીથી ગેરકાયદેસર રીતે વૃક્ષોનું નિકંદન કાઢતા ભૂમાફિયાઓમાં ફાળ પડી છે.

Back to top button
error: Content is protected !!