ઈસરવા મા વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
ઈસરવા મા વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે દિલીપભાઈ રાજાભાઈ ના યજમાનપદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયેલ.

ઈસરવા મા વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
ઓગડ તાલુકાની ધન્યધરા ઉપર આવેલ ઈસરવા ખાતે વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજી સહીત પાલખના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૨૦૮૧ ના ચૈત્રસુદ-૧૩ ને ગુરૂવાર ના રોજ સ્વ.વરૂભાઈ અંબારામભાઈ પરિવાર ના મુખ્ય યજમાન પદે ગામગોર વેદીયા સુરેશભાઈ ની ઉપસ્થિતિમાં શાસ્ત્રી અમૃતભાઈના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયેલ. શ્રી અંબાજી માતાજીના ફોટાના
યજમાન પાંચાભાઈ પ્રજાપતિ, શ્રી સિકોતર માતાજીના ફોટાના યજમાન લક્ષ્મણભાઈ પ્રજાપતિ, શ્રી ખોડીયાર માતાજીના ફોટાના યજમાન વક્તાભાઈ પ્રજાપતિ, શ્રી ગોગા મહારાજના ફોટાના યજમાન રણછોડભાઈ પ્રજાપતિ,શ્રી વીર મહારાજના ફોટાના યજમાન જગુભાઈ પ્રજાપતિ ના હસ્તે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.પ્રતિષ્ઠા ને આજે એકવર્ષ પૂર્ણ થતા તા.૦૧/૦૪/૨૦૨૬ ને બુધવારના રોજ પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે દિલીપભાઈ રાજાભાઈ ના યજમાનપદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયેલ. બપોરે લક્ષ્મણભાઈ શંકરભાઈ ના હસ્તે ધજા ચડાવેલ.ભોજન પ્રસાદ વેલજીભાઈ વાલાભાઈ તરફથી આપવામાં આવ્યો હતો.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ રામશીભાઈ રવેલ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ કાંકરેજ તાલુકાના વિભાગના પ્રમુખ એવમ કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,વકીલ ગોવિંદભાઈ પ્રજાપતિ થરા,દશરથભાઈ પ્રજાપતિ વડનગર,શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ,હર્ષદભાઈ પ્રજાપતિ થરા (પોલીસ) સહીત વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા ભુવાજી છગનભાઈ, વેલાભાઈ, તુલશીભાઈ, વક્તાભાઈ, પાંચાભાઈ સહીત વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના દરેક યુવાનોએ અથાગ મહેનત કરી હતી.રાત્રે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવેલ ત્યારે પધારનાર ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ.સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવી દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પડયા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




