
તા.૦૧.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda: લીમખેડાના પાણીયા ગામે થતા બાળ લગ્ન અટકાવતી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પોલીસની ટીમ.
ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી ને ચોક્કસ બાતમી મળી હતી કે, લીમખેડા તાલુકાના પાણીયા ગામે એક સગીર વયની કન્યાના લગ્ન ચાટકી ગામના એક પુખ્ત વયના યુવક સાથે આગામી તારીખ 02/04/2026 ના રોજ થનાર છે.આ ગંભીર માહિતી મળતા તાત્કાલિક લગ્ન અટકાવવા અંગે બાળ સુરક્ષા એકમમાં થી એક ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ સ્ટાફ સાથે સંકલન સાધવામાં આવેલ હતું. બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ કાફલો તુરંત પાણીયા ગામે લગ્ન સ્થળે પહોંચી ગયો હતો.ટીમ દ્વારા સગીરાના જન્મના પુરાવા તપાસતા તે કાયદેસરની 18 વર્ષ વય કરતા નાની માલુમ પડી હતી. કર્મચારીઓએ સગીરાના પરિવારજનોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈ મુજબ 18 વષૅ થી નાની દિકરી અને 21 વષૅ થી નાના દિકરા ના લગ્ન ગેરકાયદેસર છે , તેમજ કાયદો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી જેમાં 2 વર્ષની સખ્ત સજા અને રૂપિયા 1 લાખ સુધી નોં દંડ ની જોગવાઇ છે. નાની ઉંમરે લગ્ન કરવાથી સગીરાના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર થતી માઠી અસરો અંગે જાગૃત કર્યા. તંત્રની સમયસરની દરમિયાનગીરી અને સમજાવટને અંતે, પરિવારે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કન્યાના 18 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરવા જણાવેલ છે.પરિણામે બાળ સુરક્ષા એકમ ની ટીમ , પોલીસ વિભાગ તથા 1098 ચાઇલ્ડ લાઈન દ્વારા સફળતા પૂર્વક બાળ લગ્ન અટકાવવા મા આવેલ છે.




