BODELICHHOTA UDAIPURGUJARAT

તાલુકા – જિલ્લા પંચાયત સાથે આવનારી નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

તાલુકા – જિલ્લા પંચાયત સાથે નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ની સેન્સ પ્રક્રિયાનો આજે બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ધારાસભ્ય સી.જે ચાવડા, પ્રદેશ પદાધિકારીઓ રાકેશભાઈ દેસાઈ અને મયુરીકાબેન જાદવની ઉપસ્થિતિમાં બોડેલીના લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે પ્રારંભ થયો હતો.
આ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સવારે 10 વાગ્યાથી ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારથી જ સંખેડા,નસવાડી,બોડેલી તાલુકા – જિલ્લા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકાનાં સંભવિત ઉમેદવારોની નોંધણી કરી તેમનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા બોડેલી નગરપાલિકાનાં કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેના આધારે પક્ષ આગામી સમયમાં સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે.
આ સમગ્ર સેન્સ પ્રક્રિયામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર સંખેડા તાલુકાની ભાટપુર ગ્રામ પંચાયતમાં બે ટર્મથી ચૂંટાઈ આવતા સરપંચ પ્રમોદભાઈ ભાઈ તડવી રહ્યા હતા, જેઓ પોતે વિકલાંગ હોવા છતાં અને વ્યવસાયે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે છેલ્લા બે ટર્મથી સરપંચ તરીકે કાર્યરત છે. તેમણે પરવેટા જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રબળ આશા સાથે દાવેદારી નોંધાવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થયેલ સાયન્સ પ્રક્રિયા દરમિયાન બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જિલ્લાનાં મહામંત્રી પુષ્કરભાઈ પટેલ સહિત જિલ્લાનાં હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હવે આવતીકાલે પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ તાલુકા પંચાયતો સાથે જિલ્લા પંચાયતના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!