GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકામાં ડેરોલ સ્ટેશન પાસે આવેલા રેલ્વે ફાટક નં.૩૩(ડેરોલ સ્ટેશન) વાહનવ્યવહાર માટે એક માસ સુધી બંધ.

 

તારીખ ૦૨/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ડેરોલ સ્ટેશન પાસે આવેલા રેલ્વે ક્રોસિંગ (એલ.સી. નં. ૩૩) પર બની રહેલા રેલ્વે ઓવરબ્રિજ (ROB) ની કામગીરી અંતિમ તબક્કામાં હોવાથી, જાહેર જનતાની સલામતી આ ફાટક આગામી એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ આ ફાટક તારીખ ૦૧/૦૫/૨૦૨૬ સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકોને પડતી અસુવિધા નિવારવા માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જે અન્વયે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે એલ.સી. નં. ૩૩ ની નજીક જ આવેલ આર.યુ.બી. (RUB) નં. ૩૨ દ્વારા અવર-જવર કરી શકાશે.  ફોર-વ્હીલર અને ભારે વાહનો (HMV) માટે:રૂટ ૧: કાલોલ-બોરૂ ટર્નિંગ – ડેરોલ – પીંગળી. અને રૂટ ૨: કાલોલ – ખંડેવાલ – નેસડા – પીંગળી જઈ શકાશે.સ્થાનિક ગ્રામ પંચાયતો અને આગેવાનો દ્વારા પણ વિકાસલક્ષી કામગીરીના હિતમાં આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

 

Back to top button
error: Content is protected !!