હાલોલ નગર સહીત પંથકમાં હનુમાન જયંતિ પર્વની ઉજવણી ધાર્મિક વાતાવરણમા કરવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૪.૨૦૨૬
હાલોલ નગર સહીત તાલુકામાં હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી ભક્તો દ્વારા ભક્તિસભર વાતાવરણ માં આજે ગુરુવારના રોજ કરવામાં આવી હતી.ચૈત્રી પૂનમ એટલે મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત શ્રી હનુમાનજી ( મારુતિ નંદન ) નો જન્મદિવસ,આ પાવન દિને સમગ્ર દેશમાં હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી તેમના ભક્તો દ્વારા કરવામાં આવે છે.જે અંતર્ગત હાલોલ નગર ના કંજરી રોડ સ્થિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તેમજ નગરની બહાર બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલા ભોલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી પ્રતિ વર્ષ ની આજે પણ રંગે ચંગે ઉજવામાં આવી હતી. પર્વ ને લઇ છેલ્લા ઘણા દિવસ થી હાલોલ સહીત તાલુકામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે તડામાર તૈયારી ઓ ચાલી રહી હતી. દરેક મંદિર માં ભજન કીર્તન સહીત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં નગરની બહાર આવેલ પૌરાણિક મંદિર શ્રી બાલા ભોલા હનુમાનજી મંદિર ખાતે ૧૧, કુંડી મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું. જયારે કંજરી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અખંડ રામાયણ નો પાઠ તેમજ શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ રામાયણ નો પાઠ અને યજ્ઞ નું સમાપન બાદ કંજરી રોડ મંદિરેથી દાદા ની ભવ્ય શોભાયાત્રા નગર ના મુખ્ય માર્ગ પર નીકળી હતી. મંદિર ખાતે પરત ફર્યા બાદ બંને મંદિર ખાતે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંખ્યામાં હનુમાન ભક્તો એ મહા પ્રસાદીનો લાભ લીધો હતો.










