GUJARATHALOLPANCHMAHAL

સુપ્રસદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમને લઈને એક લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૪.૨૦૨૬

આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી પૂનમ ના રોજ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ,રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ચૈત્રી પૂનમ ને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષર તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.ડુંગર પર ખાનગી વાહનો લઈ જવાના જિલ્લા સમાહર્તા ના પ્રતિબંધના જાહેરનામાને પગલે એસટી દ્વારા ૪૪, એસ.ટી બસ તળેટી થી માંચી સુધી ચલાવવામાં આવી હતી. જેમાં બપોરે ચાર વાગ્યા સુધી એસટીની ૧૧૦૪ ટ્રીપમાં ૪૬,૧૬૦ યાત્રાળુઓ એ મુસાફરી કરી હતી. જેના પગલે એસટીને ૧૦,૬૧,૭૨૮ રૂપિયાની એસ.ટી ને આવક થઈ હતી.

Back to top button
error: Content is protected !!