ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ –  નવાગામ કંટાળું હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, મહાપ્રસાદીનું ભવ્ય આયોજન 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  નવાગામ કંટાળું હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, મહાપ્રસાદીનું ભવ્ય આયોજન

આજે ચૈત્ર સુદ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામ કંટાળુ ગામે બિરાજમાન કંટાળું હનુમાન મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

મંદિરે વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અહીં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે જેના કારણે આ મંદિરે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. હનુમાન જયંતિના પાવન અવસરે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે મહા આરતી યોજાયા બાદ મંદિર પરિસરમાં ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. સાથે દાતાના સહયોગથી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 2000થી વધુ શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.આ રીતે નવાગામ કંટાળું હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!