
*શેત્રુંજય ડુંગર પર 108 મંદિર નજીક આગ લાગી*
જૈન ધર્મના સુપ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ડુંગર પર આવેલા 108 મંદિર નજીકના વિસ્તારમાં લાગેલી આ આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે મોટી માત્રામાં વનરાજી બળીને ખાખ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ લાગેલી આ આગને પગલે વન વિભાગ અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.
શેત્રુંજય ડુંગર પર 108 મંદિર નજીક આગ લાગી
શેત્રુંજય ડુંગર પર જ્યાં શ્રદ્ધાળુઓની મોટી અવરજવર હોય છે તેવા 108 મંદિરના પટ્ટણ વિસ્તારમાં અચાનક ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતા જ પાલીતાણા વન વિભાગની ટીમ અને ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જોકે, ડુંગર પર પવનની ગતિ વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
રિપોર્ટ જીશાન ખૂંટ





