હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ,વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૪.૨૦૨૬
હાલોલ કણજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે તા.2 એપ્રિલ ગુરુવારના રોજ સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં સરસ્વતી સંધ્યા નામે વાર્ષિક ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક ઉત્સવમાં શાળાના પ્રમુખ, તમામ ટ્રસ્ટી કાર્યક્રમમાં હાજરી આપી સૌપ્રથમ દ્વીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કર્યો હતો જ્યારે આવેલ મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વર્ષ દરમિયાન પોતાની શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મોખરે રહી પ્રથમ સ્થાન મેળવનાર તેજસ્વી તારોલાઓનો આ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ પટેલ ધ્વારા શાળામાં એન્યુઅલ રિપોર્ટ રજૂ કર્યો હતો બંને માધ્યમના પેરેન્ટ્સ પોતાના વર્ષ દરમિયાન ના અનુભવોનું વર્ણન કરતા શાળાનો અભિનંદન પાઠવ્યા હતા જ્યારે આ કાર્યક્રમ માં વિધાર્થીઓએ લોકનૃત્ય અને પ્રાચીન અને અવનવી ગરબાની રમઝટ બોલાવી હતી ક્યારે સામાજિક જાગૃતિ અને પર્યાવરણ બચાવો જેવા અનેક વિષયો પર વિધાર્થીઓએ અભિનય ધ્વારા સંદેશ આપ્યો હતો.જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ વ્યક્તિ વસ્તુ નામી અનામી નો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.












