પંચમહાલ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવીન ટીમની વરણી કરવામાં આવી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લાની નવનિયુક્ત પ્રાથમિક અને સરકારી માધ્યમિક સંવર્ગની જિલ્લા ટીમની વરણી આજે વિવિધ પ્રાંત હોદેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ સંવર્ગના પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, પ્રાથમિક સંવર્ગના પ્રાંત અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, માધ્યમિક પ્રાંત મહામંત્રી જીતેન્દ્ર ઠાકર અને પ્રાથમિક સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્ણકાલીન અને વાનપ્રસ્થી કાર્યકર તરીકે ભુલાભાઈ પટેલ (હાલોલ)ની પસંદગી કરવામાં આવી છે. સરકારી માધ્યમિક સંવર્ગમાં અધ્યક્ષ તરીકે અંકિતકુમાર પટેલ, મહામંત્રી તરીકે દિગ્નેશભાઈ પટેલ અને સંગઠન મંત્રી તરીકે આર.એસ. ડામોરની વરણી થઈ છે. જ્યારે પ્રાથમિક સંવર્ગમાં અધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ પટેલ (ગોધરા), મંત્રી તરીકે વિરેન્દ્રસિંહ ઠાકોર (ઘોઘંબા) અને સંગઠન મંત્રી તરીકે દિનેશભાઈ પટેલ (ગોધરા)ની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત બંને સંવર્ગમાં ઉપાધ્યક્ષો, કોષાધ્યક્ષો, મહિલા મંત્રીઓ અને કારોબારી સભ્યો સહિતના હોદેદારોની નિમણૂક કરી સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નવી વરાયેલી ટીમને તમામ અગ્રણીઓએ શિક્ષણ અને શિક્ષકોના હિતમાં કાર્ય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.







