
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – વિવાદ બાદ બાયડ શહેર યુવા મોરચામાં ફેરફાર : આકાશ પટેલ ને હટાવાયો, માનવ પટેલ નવા પ્રમુખ
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ભાજપ યુવા મોરચામાં મહત્વનો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયેલા આકાશ પટેલને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને માનવ ઘનશ્યામ પટેલને નવા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે
મળતી માહિતી મુજબ આકાશ પટેલનું નામ ઉર્જા ભરતી કૌભાંડ મામલે ચર્ચામાં આવતાં વિપક્ષના નેતાઓએ ભાજપ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ મુદ્દે રાજકીય વિવાદ વધતા અંતે સંગઠન દ્વારા નિર્ણય લઈ તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્ર મુજબ હવે બાયડ શહેર યુવા મોરચાની જવાબદારી માનવ ઘનશ્યામ પટેલને સોંપવામાં આવી છે.આ સંગઠનાત્મક ફેરફારને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે.





