
સુરત જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સંગઠનને મજબૂત કરવા અને જનપ્રતિનિધિઓની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત, સુરતની નવાગામ તાલુકા પંચાયત બેઠક માટે ઉમેદવાર તરીકે સંજય રાદડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
પોતાની પસંદગી થતા જ સંજય રાદડીયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે
નવાગામ તાલુકા પંચાયત બેઠક માટે મારા પર વિશ્વાસ મૂકી ઉમેદવાર તરીકે પસંદ કરવા બદલ હું આમ આદમી પાર્ટીના કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવીશ
સંજય રાદડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના મુદ્દે લોકોની વચ્ચે જશે અને પરિવર્તનની લહેર લાવવા માટે કટિબદ્ધ રહેશે. નવાગામ વિસ્તારના વિકાસ માટે તેઓ ‘આપ’ની વિચારધારા સાથે મક્કમતાથી ચૂંટણી મેદાનમાં
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ 




